મોરબીઃ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન જયંતિભાઈ કવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અંગે પૂર્વ પ્રધાન જયંતિભાઈએ ટ્વીટ કરીને પોતે જાણકારી આપી હતી.
ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન જયંતિભાઈ કવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન
કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને સામાન્ય લોકો સહિત ઘણા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ પ્રધાન જયંતિભાઈ કવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Former Minister of Gujarat
તેમણે જણાવ્યું છે કે, આજે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટર્સની સલાહ મુજબ હું સેલ્ફ ક્વોરેન્ટાઇન થયો છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે, તેઓ પણ ધ્યાન રાખે અને રિપોર્ટ કરાવે.
આ ઉપરાંત જયંતિ ભાઈ હાલ તેમના ફાર્મ હાઉસ ખાતે 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.