ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સાડા પાંચ વર્ષની પ્રિયાંશીનો વર્લ્ડ-રેકોર્ડ - ravi motvani

મોરબીઃ આમ તો દરેક વ્યક્તિને અલગ-અલગ શોખ હોય છે, પરંતુ ક્યારેક વ્યક્તિનો શોખ તેને ફેમસ બનાવતા હોય છે. અથવા તો વર્લ્ડ રેકોર્ડ માટેના શોખમાં સ્થાન પામતા હોય છે. આવો જ કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે.

મોરબીમાં સાડા પાંચ વર્ષની પ્રિયાંશીનો વર્લ્ડ-રેકોર્ડ

By

Published : Jun 14, 2019, 5:06 PM IST

મોરબીમાં મેડિકલ સ્ટોર ચલાવતા જતીન નેતા અને પૂજા મહેતાની દીકરી પ્રિયાંશીની ઉંમર તો માત્ર સાડા પાંચ વર્ષની છે. પરંતુ તેના વાળની લંબાઈ 2 ફૂટ જેટલી છે. આ નાની ઢીંગલી અને નાનપણથી જ લાંબા વાળનો શોખ હોય અને માતા પૂજા એ પણ દિકરીના શોખને પાંખો આવીને તેના વાળની માવજત લેવાની શરૂ કરી હતી.

મોરબીમાં સાડા પાંચ વર્ષની પ્રિયાંશીનો વર્લ્ડ-રેકોર્ડ

જેના ફળ સ્વરૂપે માત્ર સાડા પાંચ વર્ષની ઢીગલી પ્રિયાંશી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ-રેકોર્ડ હોય જેથી માતા-પિતાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે નોમીનેશન કર્યું છે. અને પ્રિયાંશીનો રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી જાય તો મોરબીમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ ધરાવતી અને કદાચ સૌથી નાની ઉંમરની ઢીંગલી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી થઈ જશે.




ABOUT THE AUTHOR

...view details