મોરબી-માળિયા હાઈવે પર ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા - મોરબીના ન્યુઝ
મોરબી માળિયા હાઈવે પરની ઓરડીમાં જુગારની બાતમી મળતા LCBની ટીમે દરોડા પાડ્યા હતા. જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ તથા મોબાઈલ સહીત 1.15 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
MORBI NEWS
મોરબ: માળિયા હાઈવે પર આવળ ઈન્ડસ્ટ્રીઝ જવાના રસ્તે અતુલ કાંટા પાસે ઓરડીમાં જુગારની બાતમી મળતા LCBની ટીમે દરોડા પાડયા હતા. જેમાં જુગાર રમતા પરેશ ઠાકરશીભાઈ અમૃતિય, પરેશ મહાદેવભાઈ જગોદણા, ધર્મેશ જયંતીભાઈ બાવરવ,અંબારામ છગનભાઈ કાસુન્દ્રા, સંદીપ નરભેરામભાઈ અઘારા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 93 હજાર 500 અને 5 મોબાઈલ કિંમત રૂપિયા 25 હજાર સહિત કુલ રૂપિયા 1 લાખ 18 હજાર 500નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.