- મોરબી-રાજકોટ હાઈવે (Morbi-Rajkot Highway) પર આવેલી અજંતા ઓરેવા ફેક્ટરી (Ajanta Oreva Factory)માં લાગી આગ
- રવિવારે સવારે 4 વાગ્યે શોર્ટ સર્કિટ (Short circuit)ના કારણે લાગેલી આગ 11 કલાક પછી કાબૂમાં લેવાઈ
- શોપમાં રહેલા થિનર અને પ્લાસ્ટિક મટિરિયલના કારણે આગ વધુ વિકરાળ બની હોવાનો અંદાજ લગાવાયો
મોરબીઃ મોરબી-રાજકોટ હાઈવે (Morbi-Rajkot Highway) ઉપર આવેલી અજંતા ઓરેવા ફેક્ટરી (Ajanta Oreva Factory)માં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે લાગેલી આગ આજે સવારે અગિયાર કલાક બાદ કાબૂ આવ્યો હતો . પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને કલર શોપમાં રહેલા થિનર અને પ્લાસ્ટિક મટીરીયલને કારણે આગ વધુ વિકરાળ બનતા મોટી નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે. સારી બાબત એ રહી કે આગમાં કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો-રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર
મોરબી સહિત રાજકોટ ફાયરબ્રિગેડની ટીમે ત્રણ ફાયર ફાઈટર સાથે પાણીનો મારો ચલાવ્યો
આ અંગે મળતી વિગત મુજબ, મોરબી-રાજકોટ હાઈવે (Morbi-Rajkot Highway) ઉપર વિરપર નજીક આવેલી અજંતા ઓરેવા કંપનીમાં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં આગ લાગતા ધીમેધીમે આગ પ્રસરીને વિકરાળ બની હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયરબ્રિગેડ વિભાગના હિતેશભાઈ સહિતનો કાફલો 3 ફાયર ફાઈટર, આઈશર, ટ્રેક્ટર સહિતના સાધનો સાથે આગ બૂઝાવવા માટે ઘટનાસ્થળે આવ્યા હતા. બીજી તરફ મોલ્ડીંગ વિભાગમાં રહેલ પ્લાસ્ટિક અને કલરશોપમાં રહેલા જ્વલનશીલ થિનર જેવા કેમિકલને કારણે આગ વધુ વિકરાળ બનતા મોરબી સહિત રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ પણ ત્રણ ફાયર ફાઈટરો સાથે પાણીનો મારો ચલાવતા લગભગ 2 વાગ્યે આગ પર કાબૂ આવ્યો હતો.