મોરબીઃ ખેડૂતોની મુશકેલીમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો કુદરતીએ પોતાનો કહેર વર્તાવ્યા બાદ હવે ખેડૂતોને કેનાલના પાણી રડાવી રહ્યા છે. માળિયા તાલુકાના છેવાડાના પંચવટી, ખીરઈ, વાધરવા, માણબા, વિજયનગર, સુલતાનપુર, ચીખલી, વરડુંસર, વિશાલનગર, ખાખરેચી, કુંભારિયા,વેણાસર, વેજલપર, જુના ઘાટીલા અને ભારતનગર સહિતના 15 ગામોમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં છેલ્લા 5 દિવસથી પાણી બંધ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
મોરબીના 15 ગામોમાં કેનાલના પાણી ન પહોંચતા ખેડૂતો પરેશાન, પાક નિષ્ફળ જવાની ભીતિ
માળિયા તાલુકાના ઉનાળાની સીઝન શરૂ થતા પાણીની સમસ્યાની શરૂઆત થતી હોય છે. ત્યારે ચાલુ વર્ષ દરમિયાન માવઠાના મારના કારણે પરેશાન થયેલા ખેડૂતોને હજુ કેનાલના પાણી પહોંચ્યા નથી. પાકને છેલ્લું પાણી પાવવાનો સમય થયો ત્યાં જ કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ન મળતા ચિંતામાં વધારો થયો છે.
માળીયાના 15 ગામોમાં
તો ચાલુ સીઝન દરમિયાન ઘઉં, ચણા અને જીરું જેવા પાક લેવામાં આવે છે. આ સાથે શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે. ત્યારે પાક તૈયાર થવા આવ્યો અને છેલ્લું પાણી પાવાનું હતું ત્યાં જ કેનાલમાં પાણી બંધ થતા પાકને નુકસાની આવી તેવી શક્યતા સેવાઇ રહી છે.
Last Updated : Mar 22, 2020, 3:48 AM IST