ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના 13 ગામના ખેડૂતોએ પાણી પ્રશ્ને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

મોરબીઃ માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ 13 ગામના ખેડૂતોએ કલેક્ટર મારફત નાયબ મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

By

Published : Jul 12, 2019, 7:29 PM IST

સ્પોટ ફોટો

આવેદનમાં જણાવ્યું છે કે, નર્મદા નિગમ વહીવટી તંત્ર સમય સુચકતાને ધ્યાને લીધા વગર વર્ષોના અનુભવ થયા છતાં શરૂઆતથી પાણીનો જથ્થો કટકે કટકે વધારે છે. જેથી છેવાડાના ગામડાઓને નિયમિત પાણીનો જથ્થો મળતો નથી અને ખેડૂતોને પાણી મળતું નથી ત્યારે ખેડૂતો પાસે આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચશે નહિ જેથી જરૂરી પાણીનો જથ્થો ફાળવવા માંગ કરી છે.

માળિયા તાલુકાના 13 ગામના ખેડુતોએ પાણી પ્રશ્ને કલેક્ટરને આવેદન પાઠવ્યું

આ કેનાલમાં પાણીનો જથ્થો ઓછામાં ઓછો છેવાડાના ગામ ખીરઈ સુધી મળી સકે તેટલા પૂરતા પ્રમાણમાં છોડે તો જ ખેડૂતોની સમસ્યાનો નિકાલ આવશે આ વર્ષે નહીવત વરસાદ થયેલ છે અને ખેડૂતોએ વાવેતર કરેલ છે મગફળી, કપાસ અને જુવાર તેમજ તલી જેવા પાકોના વાવેતર કરેલ છે. હવે જો સમયસર પાણી ના મળે તો પાક નિષ્ફળ જશે જેથી બે દિવસમાં પાણીનો જથ્થો છેવાડાના ગામ સુધી ના મળે તો તેર ગામના ખેડૂતો તા. ૧૬ થી આંદોલન શરુ કરશે જેમાં તા. ૧૬ ને મંગળવારે ખાખરેચી ગામથી સવારે ૧૦ કલાકે રેલી સ્વરૂપે ખાખરેચી ગામથી વેણાસર ગામના રોડ પર માળિયા બ્રાંચ કેનાલ પર પ્રતિક ઉપવાસ આંદોલન પર ખેડૂતો બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details