ગુજરાત

gujarat

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

મોરબીઃ તાલુકામાં આવેલાં માનગઢમાં બ્રહ્માણી ડેમ-2ના દરવાજા ખોલવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગામના સરપંચે જિલ્લા ખેતીવાડી અઘિકારીને અરજી કરી ગામની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. એટલે જ્યારે અતિવૃષ્ટિમાં થયેલી નકસાનીનો સર્વે માટે તાલુકા પંચાયતની ટીમ ગામમાં પહોંચી ત્યારે રોષે ભારયેલાં ગ્રામજનોએ તંત્રનો વિરોધ કર્યો હતો.

By

Published : Oct 24, 2019, 3:41 AM IST

Published : Oct 24, 2019, 3:41 AM IST

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

ચોમાસા દરમયિાન હળવદ તાલુકાના માનગઢ ગામે ચાલુ વર્ષ ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે બ્રાહ્મણી ડેમ-2ના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહી હતી. જેના કારણે માનગઢ ગામે ફરી વળતાં ખેતરોમાં ઉભા પાકને મોટી નુકસાની થઈ હતી.

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

વર્ષ આખું મહેનત કરીને વરસાદની રાહ જોતા ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. જેની રજૂઆત ગામના સરપંચને જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી સમક્ષ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવી નહોતી. એટલે જ્યારે અતિવૃષ્ટિમાં થયેલી નુક્શાનીનો સર્વ કરવા માટે હળવદ તાલુકા પંચાયતની ટીમ ગામમાં પહોચી, ત્યારે ગ્રામજનોએ તંત્રનો વિરોધ કર્યો હતો.

ગ્રામજનોએ સર્વે કરતી ટીમ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "તાલુકા પંચાયતની ટીમ નુકસાનીને અનુરૂપ સર્વે કરી રહી નથી. જેથી અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ." આમ, તંત્રથી નારાજ ગ્રામજનોએ સર્વે કરનાર ટીમનો બહિષ્કાર કરીને તંત્રને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી. બી ગજેરાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ખેડૂતોની માગ પ્રમાણે સર્વે થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details