મોરબી: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિતા જોવા મળી રહી છે. ચોમાસાની સીઝનમાં વરસાદે ઘામાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોને આશા હતી કે, પાકનું ઉત્પાદન સારું આવશે. પરંતુ મોરબી તાલુકાના બગથળા, બીલીયા, મોડપર ગામમાં વરસાદ નહીંવત વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તેમજ બીલીયા ગામે એક જ સાથે કરેલા વાવેતરમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. તેમજ ઓછા વરસાદના કારણે પાકના ડુંડા સાવ નાના જોવા મળી છે. આ વિસ્તારમાં મગફળી,કપાસ,તલ,એરંડા જેવા પાક લેવામાં આવે છે. આ ઉપરાંત આ ત્રણ ગામ સંપૂણ વરસાદ આધારિત છે.
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ઓછા વરસાદથી ખેડૂતો પરેશાન
હાલમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, પરંતુ મોરબી તાલુકાના 3 જેટલા ગામોમાં વરસાદ ઓછો થવાથી ખેડૂતો પરેશાન બન્યા છે. તો વાવણી કર્યા બાદ એક જ ખેતરમાં પાકમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત થોડા દિવસોમાં વરસાદ ન થાય તો પાકનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહેલી છે.
મોરબી
જ્યારે બીલીયા ગામના ખેડૂત જણાવે છે કે, પોતાના ખેતરમાં મગફળીનો પાક લેવામાં આવ્યો છે, અને તેમાં એક વિધામાં 4000 જેટલો ખર્ચ થયો છે. તેમજ વરસાદ ખેચાતા આ ખર્ચ એક જ માસમાં 2 થી 3 વખત કરવો પડ્યો છે. જો આગામી 10 દિવસમાં વરસાદ નહિ વરસે તો પાકનું ઉત્પાદન ઓછુ આવશે અથવા તો નિષફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતો મેધરાજાને પધરામણી કરવા માટે વિનતીં કરી રહ્યા છે.