ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ખાનપર ગામના ખેડૂતની દરિયા દિલી, 3600 મણ જેટલી ચોળીનો પાક દાનમાં આપ્યો - ગૌશાળાને દાન

કોરોના મહામારી વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની હતી અને તૈયાર થયેલા જણસ વેચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના ખેડૂતની દરિયા દિલી સામે આવી છે અને 18 વિઘા જમીનમાં તૈયાર થયેલી ચોળીનો પાક પશુપાલકો અને ગૌશાળાને દાનમાં આપી દીધો છે.

મોરબીના ખાનપર ગામના ખેડૂતની દરિયા દિલી
મોરબીના ખાનપર ગામના ખેડૂતની દરિયા દિલી

By

Published : May 31, 2020, 9:36 PM IST

મોરબીઃ કોરોનાના કપરા સમયમાં ખેડૂતો અને પશુપાલકો ધણી મુશ્કેલી અનુભવી રહ્યા છે, તો તૈયાર થયેલા જણસ વેચવા માટે બજાર નથી મળતું તો પશુપાલકો માલઢોરને પુરતો ચારો આપી નથી શકતા. ત્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના મનુભાઈ ધોડાસરા નામના ખેડૂતે 18 વિઘા જમીનમાં ચોળીનો પાક લીધો છે અને હાલમાં કોરોના મહામારી વચ્ચે પશુપાલકો અને ગૌશાળાની ગાયને પુરતો ધાસચારો મળી રહે તે માટે ચોળીનો પાક દાનમાં આપ્યો છે, તો દરરોજ પશુપાલકો માલ ઢોર લઈને મનુભાઈના ખેતરે પહોચી જાય છે. જેથી માલઢોર પૂરતો ધાસચારો ચરી શકે તો ગૌ શાળાની ગાયો માટે ગૌશાળાના મજૂરો ખેતરમાંથી ચોળી વાઢીને લઇ જાય છે. આવા કપાળા સમય ખેડૂતની દરિયાદિલીથી ગ્રામજનો અને સરપંચ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. મનુભાઈના દીકરા જણાવે છે કે, 1 વિઘામાં 7000 જેટલો ખર્ચ થાય છે અને 200 મણ ચોરીનું ઉત્પાદન થયું હતું, પરંતુ માલઢોરને ધાસચારો પુરતો મળે તેથી અમે 18 વિઘાની ચોળી દાન કરી છે

મોરબીના ખાનપર ગામના ખેડૂતની દરિયા દિલી, 3600 મણ જેટલી ચોળીનો પાક આપ્યો દાનમાં

માલધારી જણાવે છે કે, આ કપરા કાળમાં માલધારીઓને લોકડાઉનના કારણે માલઢોરને ઘાસચારો પુરતો મળતો ન હતો. પંરતુ અમારા ગામના મનુભાઈ ધોડાસરાએ પોતાની ચોળીનો તૈયાર થયેલ પાક પશુપાલકોને આપી દેતા માલઢોરને ઘાસચારો પુરતો મળી રહે છે, નહીતર માલઢોરને લઈને દુર દૂર સુધી જવું પડતું હતું. આથી મનુભાઈએ આ ભગીરથ કાર્ય કર્યું છે, લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ બંધ હતા તેથી માલઢોરને ઘાસચારો પુરતો મળતો ન હતો, પરંતુ મનુભાઈએ પોતાનું ખેતર ખૂલું મૂકી દેતા માલઢોર પેટભરીને જાય છે. મનુભાઈએ ગામનું નામ રોશન કર્યું છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ખેડૂતો પોતાની જણસ ક્યા વેચવી તે વિચારી રહ્યા છે અને જો જણસ વેચાય તો વાવણી થઇ શકે ત્યારે મોરબીના ખાનપર ગામના ખેડૂતે અબોલ જીવની સેવા કાજે પોતાનો તૈયાર થયેલા ચોળીનો પાક આપી ખેડૂત જગતનો તાત કહેવતને સાર્થક કરી છે.

ABOUT THE AUTHOR

...view details