ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ક્ષય નિયંત્રણ કેન્દ્નના કર્મચારીઓને કામ બંધ કરવાની પડી ફરજ - MRB

મોરબીઃ અધિકારીઓના મનસ્વી નિર્ણયથી સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. ગુજરાત રાજ્યમાં ક્ષય નિયંત્રણ કેન્દ્રમાં ફરજ બજાવતા 850થી વધુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે અને અધિકારીઓના મનસ્વી નિર્ણયથી હડતાલી કર્મચારીઓની જાહેર સેવાઓમાં રૂકાવટ થતા કામબંધ કરવાની ફરજ પડી હતી.

ફાઈલ ફોટો

By

Published : Mar 22, 2019, 6:12 AM IST

ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હેમાંગ પંડ્યાની યાદીમાં જણાવ્યું હતું કે, ક્ષય નિયંત્રણ કામગીરી સાથે સંકળાયેલ ગુજરાતના 850 કરતા વધુ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને પેનડાઉન, રીપોર્ટીંગ, મીટીંગ બહિષ્કાર અને સત્યના પ્રયોગોના જાહેર વાંચન-પ્રદર્શન સહિત ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાલ પર હતા, ત્યારે હડતાલ પ્રદર્શન સમય બાદ પણ જાહેર આરોગ્ય અને જાહેર હિતની સેવાઓ કરતા હતા.

પરંતુ ભાવનગર, દાહોદ અને મોરબી સહિતના જિલ્લાઓમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની લેખિત અને મૌખિક સુચના અનુસાર ક્ષય નિયંત્રણ કર્મચારીઓ પાસેથી જાહેરસેવા માટે ઉપયોગી સંશાધનો જપ્ત કરવાની સુચનાથી જાહેર સેવાની ફરજમાં રૂકાવટ કરી અને જાહેરસેવા કાર્યથી વિમુખ થવાની ફરજ પાડવામાં આવી હતી. જેથી દર્દીઓને આપવામાં આવતી સેવાઓ ફરજપૂર્વક ઠપ્પ કરી દેવામાં આવી છે અને સંઘ પ્રમુખ દ્વારા રાજ્ય ચુંટણી પંચ સમક્ષ આચારસંહિતા ભંગ બદલ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સમગ્ર તંત્ર અને જનતાને ગેરમાર્ગે દોરતા નિવેદનો કરી આરોગ્યના તમામ અધિકારીઓ હડતાલી કર્મીઓની સંવેદના સરકાર સુધી પહોંચાડવાને બદલે દમનકારી નીતિ અપનાવે છે અને ટીબી જેવા ગંભીર રોગની સમસ્યાને નાથવા અને તાલીમબદ્ધ સ્ટાફની આવશ્યક સેવાઓની અવગણના કરી સમગ્ર જાહેર હિતને નુકસાન કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details