ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની ઘટનાને લઈને રાજકોટ સિવિલમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર - ETV Bharat Gujarat Rajkot Hospital Alert For Morbi Accident Emergancy

હજુ પણ આ એકડો વધે તેવું શક્યતા છે. રાજકોટ (Morbi Bridge Collapse) સિવિલ હોસ્પીટલમાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ખાબક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે.

મોરબીની ઘટનાને લઈને રાજકોટ સિવિલમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર
મોરબીની ઘટનાને લઈને રાજકોટ સિવિલમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર

By

Published : Nov 16, 2022, 1:11 PM IST

મોરબી:મોરબીમાં જુલતો પુલ તૂટતા અનેક લોકોના (Morbi Bridge Collpse) મોત થયા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ આ એકડો વધે તેવું શક્યતા છે. રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ખાબક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે.

મોરબીની ઘટનાને લઈને રાજકોટ સિવિલમાં ઈમરજન્સી વોર્ડ તૈયાર
ગાંધીનગરથી 2 NDRFની ટીમ: ગાંધીનગરથી 2 NDRFની ટીમ રવાના કરાઇ છે અને હાલ કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822-243300 પણ જાહેર કરવામાં આવ્યો છે જો કે મંત્રી બ્રિજેશ મેરજાએ આ દુર્ઘટનામાં 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું છે ત્યારે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.તૈયારી શરૂઃ મોરબી દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી શકે છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર તમામ તૈયારીઓ કરી રહ્યું છે. ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી વિભાગમાં ખાસેડાશે જેના લઈને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડની તૈયાર કરાઈ છે. હાલ ઇમર્જન્સી વિભાગમાં માસ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.

સહાયઃ ઇમર્જન્સી વિભાગ બહાર ઉભા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ વોર્ડમાં નહીં ઇમર્જન્સી વિભાગમાં સારવાર અપાશે. 100 બેડનો વોર્ડ તૈયાર થાય છે. ત્યારે હોસ્પિટલ બાદ 14 સ્ટ્રેચર તૈયાર કરાયા છે. આ ઘટના બાદ કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતાં છે અને હાલ આ બાબતે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details