લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અર્થે ભારતીય રેલવેના સહયોગથી દેશની ચાર જેટલી ટ્રેનોને મતદાર જાગૃતિ અર્થેના સંદેશાઓથી શણગારવામાં આવી છે. જે પૈકીની કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આજે મોરબીના રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી હતી.
ચૂંટણી પંચે મતદાન જાગૃતિનો સંદેશો આપવા 4 ટ્રેનોને મતદાન થીમથી શણગારી - Election
મોરબી: લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન થકી લોકોમાં મતદાન કરવા માટે સંદેશો પહોંચાડવામાં આવશે.
મતદાન જાગૃતિ અભિયાન
ટ્રેનમાં કોઈ મતદાર ના છૂટે, દેશ કા ત્યોહાર જેવા વિવિધ સુત્રોથી ટ્રેનને શણગારવામાં આવી હતી. ટ્રેનનું સ્વાગત કરવા મોરબી જિલ્લા કલેકટર આર જે માકડિયા, નાયબ ચૂંટણી અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર સહિતના અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકોને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પણ મતદાન અવશ્ય કરે તેમજ અન્ય નાગરિકોને મતદાન માટે પ્રેરણા આપે તેવી અપીલ કરી હતી.