વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘુસી હુમલો
મોરબીઃ જિલ્લાના વાંકાનેરમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઘરમાં પ્રવેશ કરી ઘરવખરીને નુકસાન કરી માર મારી ધમકી આપવામાં આવી અને 6 શખ્સો સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના રાતીદેવળી ગામના રહેવાસી વસંતભાઈ ખેંગારભાઈ વોરાએ પોલીસમાં પરશોતમ સામાભાઈ વોરા, વિજય પરશોતમ વોરા, હરેશ પરશોતમ વોરા, ગોરધન સામાભાઈ વોરા, રમેશ ગોરધનભાઈ વોરા અને પ્રેમજી દેવજીભાઈ રહે બધા રાતીદેવલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે, કે ફરિયાદીના દીકરા ભરત ઉર્ફે કાળું તથા આરોપી વિજય પરશોતમભાઈએ સાથે દારૂ પીધા બાદ ફરિયાદીના દીકરા ભરતભાઈને આરોપી વિજય પાસે રૂ 20 ઉછીના માંગતા ગાળો આપી માર માર્યો હોય અને તે ઝઘડાનો ખાર રાખી આરોપી પરશોતમ વોરા, વિજય વોરા, હરેશ વોરા અને ગોરધન વોરા એ ઘરમાં પ્રવેશ કરી દરવાજો તથા ઘરવખરીને નુકશાન કરી સાહેદ સોનલબેન તથા નરેશભાઈ ભરતભાઈને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમજ આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવતા ફરિયાદ નહિ કરવાનું કહીને ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી પાંચ આરોપીને ઝડપી લીધા છે. અને અન્ય એક આરોપીની શોધખોળ ચલાવી રહી છે.