રાજ્યના જેલના વડાની સુચનાથી મોરબીની સબ જેલના જેલર જે.વી પરમારના માર્ગદર્શન હેઠળ 'આર્ટ ઓફ લીવીંગ'ના શ્રી શ્રી રવિશંકરના મનની શાંતિ માટે ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કેદીઓમાં સદભાવના કેળવવા અને તેમને સારા માર્ગ તરફ વાળવાના પ્રયાસ રૂપે ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેદીઓ પણ આધ્યાત્મિકતાના રંગે રંગાયા હતા. તેના માટે 'આર્ટ ઓફ લીવીંગ' દ્વારા તા.23 થી 28 સુધી શિબિર આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી સબ જેલના કેદીઓને જીલ્લા પોલીસવડાના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યા
મોરબી: સબ જેલમાં કેદીઓ ગુનાખોરીને ત્યજીને સામાન્ય પ્રવાહમાં ભળી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સબ જેલમાં જુદા જૂદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલમાં ત્યાં 'આર્ટ ઓફ લીવીંગ' દ્વારા શિબિર યોજવામાં આવી હતી. જેમાં કેદી ભાઈઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
મોરબી
જેમાં જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ આ શિબિર બાદ કેદી ભાઈઓ અને બેહનો સાથે ચર્ચા કરી હતી. તેમજ શિબિરથી તેમનામાં કેવા ફેરફાર થયા તેમજ તેમના અનુભવો શેર કર્યા હતા. આ શિબિરથી ઘણા કેદી ભાઈઓને ફાયદો થયો હતો. તેમજ શિયાળાની સીઝનને ધ્યાનમાં રાખી મેટ્રો સિરામિક ગ્રુપ દ્વારા જેલમાં રેહતા કેદીઓને કબલ વિતરણ કરવામાં આવ્યા હતા.