- મોરબીના વાવડી ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત
- વરસાદી પાણીના કારણે ડીલીવરી રૂમમાં પણ પોપડા પડી રહ્યાં છે
- આરોગ્ય કેન્દ્રના તમામ રૂમમાં ચોમાસામાં પાણી જ જોવા મળી રહ્યું છે
મોરબીઃ વાવડીના ખસ્તાહાલ પેટા આરોગ્ય કેન્દ્રને લઇને પૂછવામાં આવતાં નવી જમીન ફાળવણી માટે દરખાસ્ત મૂકી હોવાની અધિકારીએ માહિતી આપી હતી. સાથે જમીનની દરખાસ્ત મંજૂર ન થાય તો કેન્દ્રને રીનોવેશન કરવાની તંત્રની તૈયારી હોવાનું જણાવાયું હતું.
તળમાંથી પાણી ઉપર આવતા તમામ રૂમમાં ચોમાસામાં પાણી જ જોવા મળી રહ્યું છે જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ જણાવ્યું હતું કે વાવડી પેટા આરોગ્ય કેન્દ્ર છે તે અને તમામ આરોગ્ય કેન્દ્રની કામગીરી પીઆઈયુ અને તેને જાણ પણ કરવામાં આવી છે. તેમજ વાવડી ગામના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે. તેમણે અલગ સ્થળે મોટી જમીન ફાળવવા માટે ઠરાવ કરવાનું કીધું છે. જેથી મોટી જમીન ફાળવવી અપાતી હોય તો તેના માટે દરખાસ્ત મુકીશું. જોે જમીનની ફાળવણી ન કરે તો પીઆઈયુને રીનોવેશન માટે જણાવીશું. પરંતુ અત્યારે મોટી જમીન મળી જાય તો નવું બાંધકામ કરવાનો વિચાર કરી રહ્યાં છીએ જેથી રીનોવેશનની કામગીરી મોકૂફ રાખી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના કારણે 4 અઠવાડિયામાં 31,000થી વધુ પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા, મોરબી કોંગ્રેસનો દાવો
આ પણ વાંચોઃ મોરબીમાં ઓનલાઇન એજ્યુકેશનથી આંખોના બાળ દર્દીઓમાં 22 ટકાનો વધારો