ગુજરાત

gujarat

ETV Bharat / state

Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો

ધંધુકા ગામમાં થયેલા ચકચારી હત્યા પ્રકરણ (Dhandhuka Murder Case)માં રાજકોટના હથિયાર સપ્લાય કરનાર આરોપીના ભાઈ (Brother of accused in Dhandhuka murder case)ને પોલીસે મોરબીથી ઝડપી લીધો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવતા આરોપીને લઈ ટીમ અમદાવાદ રવાના થઇ હતી.

Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો
Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો

By

Published : Jan 29, 2022, 7:32 PM IST

મોરબી:ધંધુકા ગામમાં થયેલા ચકચારી હત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને હત્યા પ્રકરણ (Dhandhuka Murder Case)માં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા કવાયત ચાલી રહી છે. જેમાં રાજકોટના હથિયાર સપ્લાય કરનાર આરોપીના ભાઈ (Brother of accused in Dhandhuka murder case)ને પોલીસે ઝડપી લીધો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવતા આરોપીને લઈને ટીમ અમદાવાદ જવા રવાના થઇ હતી.

આ પણ વાંચો:Dhandhuka Murder Case: કિશન ભરવાડની હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો, પાકિસ્તાની કનેક્શન હોવાનું આવ્યું સામે

હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો

ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની હત્યા (Kishan bharvad murder) કરવામાં આવી હોય, જેમાં અગાઉ પોલીસે આરોપીઓ અને મૌલવી સહિતનાની ધરપકડ કરી હતી. તો હત્યા પ્રકરણમાં રાજકોટના અજીમ બચાનું નામ પણ ખુલ્યું હતું. રાજકોટના આરોપી અજીમ બચાએ હથિયાર આપ્યું હોવાનું ખુલ્યું હતું, જેનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા મોરબી આવ્યો હોવાની બાતમીને પગલે મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે આરોપી અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી છે.

આ પણ વાંચો:Dhandhuka Murder Case: ફેસબૂક પોસ્ટને લઈને કરાયેલી હત્યામાં બે સાથે મુખ્ય આરોપીની પણ કરાઈ ધરપકડ

હથિયાર સપ્લાય કરનાર આરોપી હજુ ફરાર

રાજકોટ અને મોરબી જીલ્લામાં હત્યા (morbi Murder Case ) કેસનું પગેરું હોવાનું ખુલતા આજે સવારથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજકોટ, વાંકાનેર અને મોરબી જીલ્લામાં તપાસ ચલાવતી હતી, જોકે અજીમ સમા હાથ લાગ્યો ના હતો અને તેનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા પોલીસને હાથ લાગતા આરોપીની અટકયા કરી છે અને આરોપી અજીમ સમાને દબોચી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details