ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે, અતિવૃષ્ટિને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે અને માલઢોર માટે ઘાસચારો મળતો નથી. ખોળ કપાસિયાના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં માલધારી પરિવારો પરેશાન થયા છે. તેની નજર સામે ઢોર ગાયો, ભેંસો, બકરા, સહિતના પશુધનમાં ભયંકર રોગચાળાના કારણે મોતને ભેટે છે.
અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ચારો નથી મળતો, પશુપાલકો પરેશાન
મોરબી: આ વર્ષે અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો છે. જેથી પશુપાલકો પરેશાન થયા છે. ત્યારે રાજ્ય સરકાર પશુપાલકો માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરે તેવી માગ કરી છે.
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ચારો મળતો નથી જેથી પશુપાલકો પરેશાન થયા છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદ ગામે 20થી 25 ઘેટાઓના મોત થયા છે. અન્ય તાલુકા જિલ્લાઓમાં પણ રોગચાળાને કારણે પશુઓના મોત થયા છે. માલધારી પેટે પાટા પશુપાલકો નિરાધાર બનેલા છે. જેથી અતિવૃષ્ટિથી માત્ર ખેડૂત સમાજ જ નહિ, પરંતુ પશુપાલકોને રાહત કેપેજ આપવાની જરૂરિયાત છે. જેથી પશુપાલકોને કેશ ડોલ જેવી સહાય શરુ કરી દેવા માગ કરી છે.
Last Updated : Nov 29, 2019, 3:56 PM IST