ગુજરાત

gujarat

ETV Bharat / state

ફટાકડા પર દેવી દેવતાઓના ફોટોગ્રાફ અંગે કાયદેસર કાર્યવાહીની માગ - કાર્યવાહીની માગ

દિવાળીના તહેવારોમાં ફટાકડાના રેપર પર હિન્દુ દેવી દેવતાઓના ચિત્ર અંગે કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ માગ સાથે આજે વિવિધ સંસ્થાઓએ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

ફટાકડા પર દેવી દેવતાઓના ફોટોગ્રાફ અંગે કાયદેસર કાર્યવાહીની માગ
ફટાકડા પર દેવી દેવતાઓના ફોટોગ્રાફ અંગે કાયદેસર કાર્યવાહીની માગ

By

Published : Nov 4, 2020, 5:29 PM IST

  • ફટાકડાના રેપર પર દેવી દેવતાની ચિત્ર અંગે કાર્યવાહી કરવા માગ
  • વિવિધ સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર
  • ઉત્પાદકો અને દુકાનદાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માગ

મોરબીઃ અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમ જ ગૌરક્ષા કમાન્ડો સહિતની સંસ્થાઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, બજારોમાં ફટાકડા વેચાણ શરૂ થઈ ગયા છે. ફટાકડાના રેપર પર દેવી દેવતાઓ જેમ કે, હનુમાનજી કે લક્ષ્મીજીના ફોટો લગાવેલો હોય છે.

ઉત્પાદકો અને દુકાનદાર કસૂરવાર ઠરે તો કાયદાકીય કાર્યવાહી કરવા માગ

આથી પ્રજાજનોની લાગણી દુભાય છે, હાલમાં સરકારના પરિપત્ર મુજબ જો ફટાકડા રેપર પર દર્શાવ્યા મુજબ દેવી દેવતાના ફોટોગ્રાફ હોય તો મેન્યુફેકચર તથા દુકાનદાર પર ફોજદારી કાયદાની 295-એ મુજબ ગુનાને પાત્ર બને છે. તેના વિરુદ્ધ ફોજદારી ગુનો બને છે તેમજ 3 વર્ષની સજાની પણ જોગવાઈ છે, જેથી ફટાકડા ઉત્પાદકો અને વિક્રેતાઓને તાકિદે સંદેશ પરિપત્ર પાઠવી કાયદાનું પાલન કરે અને છતાં જો તેમાં કસુરવાર ઠરે તો કાયદાકીય પગલાં લઈ કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details