ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘરમાં જતી સર્વિસ લાઈન બદલવાની માગ - સર્વિસ લાઈન બદલવાની માગ

જિલ્લામાં સામાકાંઠે આવેલા પછાત વિસ્તારમાં થાંભલા પરથી ઘરમાં જતી સર્વિસ લાઈન બદલાવવાની જરૂર હોવાનું જણાવા અંગેની ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે.

સામાકાંઠા વિસ્તારમાં ઘરમાં જતી સર્વિસ લાઈન બદલવાની માગ
સામાકાંઠા વિસ્તારમાં ઘરમાં જતી સર્વિસ લાઈન બદલવાની માગ

By

Published : Jun 9, 2020, 12:47 PM IST

Updated : Jun 9, 2020, 1:11 PM IST

મોરબી : જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજૂઆત કરતા જણાવ્યું કે સામાકાંઠે આવેલા રોટરીનગર, રીલીફનગર, અરુણોદયનગર, જનકલ્યાણ, વર્ધમાન, ભીમસર સહિતના વિસ્તારના રહેણાંક મકાનોમાં વીજ ગ્રાહકોને વારંવાર અંધારપટમાં રહેવું પડે છે.

વર્ષોથી જૂની સર્વિસ લાઈન છે. વાવાઝોડા કે વરસાદ સમયે પોલથી લાઈટ જાય છે અને ગ્રાહકોને વારંવાર સમસ્યા ભોગવવી પડે છે. લાઈટ જતા સમયે વીજ કર્મચારી થુંકના સાંધા કરી જાય છે. નવી સર્વિસ લાઈન નાખવામાં આવતી નથી. દરેક ગ્રાહક નિયમિત બીલ ભરે છે તો ગ્રાહકને પૂરી સેવા આપવી તે વીજ કંપનીની ફરજ છે. વરસાદની સીઝન શરુ થઇ છે, ત્યારે દરેક શેરી મહોલ્લામાં સર્વિસ લાઈન નવી નાખવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

Last Updated : Jun 9, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details