- લારી-ગલ્લા અને પાથરણા વાળાને વૈકલ્પિક જગ્યા ફાળવવા માગ
- ઓટો રીક્ષા ચાલકોને રાહત આપવા કલેકટરને આવેદન
- નાના લારી ગલ્લા વાળા લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ઉચિત કાર્યવાહી કરવા માગ
- રોજગાર બંધ હોવાથી ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના વીજબીલ સંપૂર્ણ માફ કરવાની માગ
મોરબીઃ શહેરના લારી ગલ્લા અને પાથરણા વાળાને મોરબી શહેરમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની માગ અને ઓટો રીક્ષા ચાલકોને રાહત આપવા કલેકટરને આવેદન આપવમાં આવ્યું હતું.
દલિત-મુસ્લિમ એકતા સમિતિ મોરબી દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, લોકડાઉનમાં શહેરના લારી ગલ્લાને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યાં છે. આવા કપરા સમયમાં રીક્ષા ચાલકને લોનના હપ્તા ચડી ગયા હોય અને શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ દ્વારા દંડ વસુલ કરીને પરેશાન કરાય છે. આવા સમયે નાગરિકોને રાહત આપવી જરૂરી છે.
નાના લારી ગલ્લા વાળા લોકો પોતાનું ગુજરાન ચલાવી સકે તે માટે ઉચિત કાર્યવાહી કરવા માગ કરી છે. જેથી રજૂઆતને ધ્યાને લઈને શહેરમાં વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા અને લારી ગલ્લા વાળાને રોજગાર ઉપલબ્ધ કરાવવા અરજ કરી છે. તેમજ માર્ચ મહિનાથી લોકડાઉનને પગલે લોકોના ઘંધા રોજગાર બંધ હોવાથી ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના વીજબીલ સંપૂર્ણ માફ કરવાની માગ પણ કરી હતી.