ખેડામાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ - Gujarat
ખેડા: જિલ્લામાં આવેલા કપડવંજ ખાતે ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મામલે કપડવંજ ટાઉન પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, આ ખરેખર આત્મહત્યા જ છે કે પછી હત્યા કરવામાં આવી છે, તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
સ્પોટ ફોટો
ખેડા જિલ્લામાં આવેલા કપડવંજના ગરોડ ગામ ખાતે લીમડાના ઝાડ પરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ગરોડના જ રહેવાસી એવા કાનજીભાઇ પરમારનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ઘટનાને પગલે લોકોને જમાવડો પણ જોવા મળ્યો હતો. જો કે, આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમૉર્ટમ માટે રવાના કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.