ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરથી નવી દિલ્હી સુધી જનારી સાયકલ યાત્રાનું ટંકારામાં સ્વાગત કરાયું - Tankara

પોરબંદર: મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણીના પ્રસંગે પોરબંદરથી ન્યુ દિલ્હી સુધી જઇ રહી સાયકલ યાત્રાનું ટંકારામાં સ્વાગત કરાયું હતું. આ સાયકલ યાત્રા ગાંધીજીના જીવન-મૂલ્યો, અહિંસા અને સ્વચ્છતા તેમજ દુષણ સામે જનતાને સંદેશો પહોંચાડશે.

etv bharat morbi

By

Published : Sep 9, 2019, 10:11 PM IST

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણીના પ્રસંગે સાયકલ યાત્રાનો પ્રારંભ 7 સપ્ટેમ્બર ગાંધીભૂમિ પોરબંદરથી કરાયો હતો. જે સાયકલ યાત્રા 1300 KM પ્રવાસ કરીને ન્યુ દિલ્હી પહોંચશે. CRPF દ્વારા આયોજિત આ સાયકલ યાત્રામાં BSF, CRPF, CISF, ITBP, SSB, NSG, અને આસામ રાયફલના 500 જવાનો જોડાયા હતા.

પોરબંદરથી ન્યુ દિલ્હી સુધી જનારી સાયકલ યાત્રાનું ટંકારામાં સ્વાગત

સાયકલ યાત્રા પોરબંદરથી પ્રસ્થાન કરી વિવિધ સ્થળે ફરીને આજે મોરબી જિલ્લાના ટંકારા આવી પહોંચી હતી. જ્યાં સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગાંધીજીના જીવન મુલ્યો માટેની તેમજ આગળના પ્રવાસ માટે શુભકામના પાઠવી હતી. આ સાયકલ યાત્રા આજે મોરબી રાત્રીરોકાણ કરશે. અને આવતીકાલે માળિયા તરફથી કચ્છ હાઈવે પર પ્રસ્થાન કરશે.

ABOUT THE AUTHOR

...view details