- વહીવટી તંત્રના સહયોગથી 100 બેડની વ્યવસ્થા સાથે સેન્ટર શરૂ
- તમામ સમાજના લોકોને દાખલ કરવામાં આવશે
- 50 ઓક્સિજન બેડની સુવિધા ટૂંક સમયમાં કરવામાં આવશે
મોરબી: જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તાકીદે 100 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર રફાળેશ્વર નજીક ડેમ તરફ જતા રસ્તા પર રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળામાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 100 જેટલા બેડની વ્યવસ્થા સાથે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવા તેમજ સેન્ટરમાં દાખલ થનારા દર્દીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:પાટણ રમતગમત સંકુલમાં 100 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ