મોરબીઃકોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષના તરુણોને રસી (Vaccination of children in Morbi)આપવાનું નક્કી કર્યું હોય જે અંતર્ગત આજે મોરબી જીલ્લામાં તરુણો માટે રસીકરણ શરુ કરવામાં આવ્યું છે અનેશાળા તેમજ કોલેજમાં કેમ્પ યોજી રસીકરણકરવાની શરૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં કોરોના રસીકરણ
મોરબી જિલ્લામાં 15 થી 18 વર્ષના તરુણોને કોરોના રસી આપવાનું આજે શરુકરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના 235 શાળા અને કોલેજમાં આજે અભ્યાસ કરતા 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને કોરોના રસી(Vaccination of children in Morbi) આપવાનું શરુ કરવામાં આવ્યું હતું અને સોમવારે એક જ દિવસમાં 15 હજાર જેટલો રસીકરણનો (vaccination for 15 to 18 year of age group )લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જે અંગે ડૉ. વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લામાં 15 હજાર જેટલા વિદ્યાર્થીને કોરોના રસી આપવામાં આવશે. જેના માટે આરોગ્ય વિભાગની ટીમ 235 શાળા-કોલેજમાં કેમ્પ યોજી રસીકરણની કામગીરી કરી રહી છે. તો રસી આપ્યા બાદ વિદ્યાર્થીઓને વાંચન કરાવાય છે રસી (Corona vaccination in Morbi )આપ્યા બાદ અડધો કલાક જેટલો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી હોય જેથી સમયનો સદુપયોગ કરતા બાળકોને વાંચન કરવા જણાવ્યું હતું.