ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કોરોના પોઝિટિવ વિસ્તારને સેનેટાઈઝ કરાયો - Morbi Corona News

મોરબી શહેરમાં બીજો અને જિલ્લામાં ત્રીજો પોઝિટિવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો તે વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો.

મોરબીમાં કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનેટાઈઝ કરાયો
મોરબીમાં કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનેટાઈઝ કરાયો

By

Published : May 23, 2020, 12:38 AM IST

મોરબીઃ શહેરમાં બીજો અને જિલ્લામાં ત્રીજો પોઝિટિવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારના રહીશોને પણ હોમ ક્વોરેનટાઈન કરવાની તંત્રએ કવાયત હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતા 60 વર્ષના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધા 18 એપ્રિલના રોજ મુંબઈથી મોરબી આવ્યા હતા અને તેને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાલિકાની ટીમ પહોંચી હતી અને વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ વિસ્તારના રહીશોને પણ હોમ ક્વોરેનટાઈન કરવાની તજવીજ આરોગ્ય તંત્રએ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ દર્દી વૃદ્ધ મહિલા અને તેના પતિ એમ બે વ્યક્તિ ઘરે રહેતા હોવાની માહિતી મળી હતી. જેમાં વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details