મોરબી શહેર અને જિલ્લામાં સમાજ સુરક્ષા ટીમ બાળલગ્ન અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે. જેમાં બે-ત્રણ દિવસ પૂર્વે જ પાંચ બાળલગ્ન અટકાવ્યા બાદ વધુ ત્રણ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં એક જ પરિવારમાં ૩ લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી ફરિયાદને પગલે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરા-દીકરીની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા ૨ દીકરી અને ૧ દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હતી.જેથી બાળ લગ્ન હોવાથી અટકાવવામાં આવ્યાં હતાં.
મોરબીમાં બાળલગ્નનું દૂષણ, સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળલગ્ન અટકાવ્યા - gujaratri news
મોરબીઃ ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જિલ્લો સામાજિક બાબતોમાં પછાત રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોરબી જિલ્લામાં બાળલગ્નનું દૂષણ આજે ૨૧મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે. જેમાં સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળલગ્નો અટકાવ્યા છે.
child-marriage
મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ,બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા,રંજનબેન મકવાણા,સમાજ સુરક્ષા ટીમ તથા તાલુકા પોલીસને સાથે રાખી વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપી બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.