ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરાયા - મોરબીમાં ખેલ મહાકુંભના વિજેતાને પ્રમાણપત્ર એનાયત

મોરબી: રાજ્યમાં વિવિધ જિલ્લામાં ખેલ મહાકુંભના વિજેતાને ઇનામ આપવા માટે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેના અંતર્ગત શનિવારે મોરબીમાં પણ વિજેતાને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Ceremony to be awarded to winners of the Mahakumbh Games in Morbi
મોરબીમાં ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવા સમારોહ યોજાયો

By

Published : Dec 14, 2019, 12:40 PM IST

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શનિવારે ખેલ મહાકુંભ 2019માં જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના વ્યક્તિગત ખેલાડી તેમજ ટીમને પ્રમાણપત્ર એનાયત કરવા માટે સમારોહ યોજાયો હતો.

22 રમત અને 7 વયજૂથના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપવા માટે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના અધ્યક્ષ ડૉ.ભરત બોઘરા, ધારસભ્ય બ્રિજેશ મેરજા, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, મામલતદાર રૂપાપરા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી અને જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવા સમારોહ યોજાયો

આ પ્રસંગે પ્રમાણપત્ર મેળવનાર રાજ્ય કક્ષાની વિજેતા ખેલાડીએ જણાવ્યું હતું કે, તેમને જાહેરમાં પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું માટે તે ખુશ છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details