એનજીટી કોર્ટના આદેશ બાદ કોલગેસ બંધ થતા ઉદ્યોગોને ઓછા ભાવે નેચરલ ગેસ મળે તેવા હેતુથી રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવોમાં 2.50 રુપિયાનો ઘટાડો કર્યો છે, ત્યારે આજે મોરબીના સિરામિક એસોસિએશનના અગ્રણી તેમજ ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનને રૂબરૂ મુલાકાત કરીને ઉદ્યોગો ગ્રીન ફયુલનો વપરાશ કરે તે માટે ગેસના ભાવઘટાડા માટે રજૂઆત કરી હતી સાથે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કર સમાધાન યોજના જાહેર કર્યો છે, જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગોના પ્રશ્નોનું પણ સમાધાન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સિરામિક ઉદ્યોગ દ્વારા ગેસના ભાવમાં રાહત આપવા કરાઇ મુખ્યપ્રધાનને રજૂઆત - gas
મોરબી: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગેસના ભાવોમાં રાહત આપવામાં આવી છે, ત્યારે હજુ પણ વધુ રાહતની માંગ મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ કર સમાધાન યોજનામાં સિરામિક ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
fghjnj
મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓએ મુખ્યપ્રધાનના ગેસના ભાવઘટાડા માટે આભાર વ્યક્ત કરીને મો મીઠું કરાવ્યું હતું તેમજ સિરામિક ઉદ્યોગની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.