મોરબીઃકેન્દ્ર સરકાર બજેટ રજુ કરવા (Union Budget 2022) માટેની તૈયારી કરી રહી છે. ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીને કેન્દ્રીય બજેટથી અનેક આશા અપેક્ષાઓ છે. મોરબીમાં વિશ્વકક્ષાનો સિરામિક(Morbi Ceramic Industry ) ઉદ્યોગ વિકસ્યો છે જે ઉદ્યોગ દુનિયાના અનેક દેશોમાં મોરબીમાં બનેલી ટાઈલ્સ એક્સપોર્ટ કરે છે. જોકે વિશ્વકક્ષાના ઉદ્યોગને અનેક સમસ્યાઓ નડી રહી છે. જેમાં મુખ્યત્વે ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવો હાલ આસામનને અડી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય બજેટમાં નેચરલ ગેસનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા અપેક્ષાઓ સિરામિક ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે.સિરામિક ઉદ્યોગમાંશું છે નેચરલ ગેસનો પ્રશ્ન અને સિરામિક એસોના હોદેદારોને કેવી છે બજેટથી અપેક્ષાઓ જોઈએ આ વિશેષ અહેવાલમાં.
નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવવામાં આવે તેવી સિરામિક ઉધોગની માંગ
કેન્દ્રનું બજેટ આવવાનું છે ત્યારે સિરામિક ઉદ્યોગ આ બજેટમાં નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવે તેવી માંગ સિરામિક ઉદ્યોગ કરી રહ્યું છે. જે અંગે સિરામિક એસો પ્રમુખ જણાવે છે કે અગાઉ સરકારે જે જાહેરાત કરી હતી તે મુજબ ઓપન એસેસની અમલવારી થાય અને ઓપન માર્કેટમાં ગેસ મળી રહે તેવી આશા ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે. તો ગેસના ભાવો આસમાને છે જેથી જીએસટીમાં સમાવાય તો ભાવો પર કાબુ આવી જશે જેથી સિરામિક ઉદ્યોગને સીધો ફાયદો થશે જેથી ચીન સાથેની સ્પર્ધામાં ઉદ્યોગ ટકી શકશે તેમ જણાવ્યું હતું.
નવા રોડના કામોને મંજૂરો મળી છે ઝડપથી કામ થાય તેવી આશા સિરામિક ઉધોગની