મોરબી: શહેરની નજીકમાં આવેલા માંગરની વાડીમાં રહેતા કણઝારીયા વાલજીભાઈ ભવનભાઈ અને તેના પત્ની કંચનબેન કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે તે બંને દ્વારા આ પીએમ રાહત ફંડની અંદર 50,000 રૂપિયા અને સીએમ રાહત ફંડમાં 11000 રૂપિયા એમ કુલ મળીને 61000 રૂપિયા કોરોના સામેના જંગ માટે સરકારને અનુદાનમાં આપવામાં આવ્યા હતા.
પ્રજ્ઞાચક્ષુ દંપતીએ સીએમ અને પીએમ ફંડમાં પોતાનું યોગદાન આપ્યું - અંધ દંપતીએ સીએમ અને પીએમ ફંડમાં પોતાનું યોગદાન આપ્યું .
દેશની ઉપર કોરોનાના નામનું સંકટ આવી પડયું છે, ત્યારે સરકારે દેશવાસીઓ પાસેથી આર્થિક મદદની અપીલ કરી. તે માટે નાના-મોટા સહુ કોઈ પોતાનાથી બનતી આર્થિક મદદ સરકારને કરી રહ્યા છે. આવા સમયે મોરબી નજીકના વાડી વિસ્તારમાં રહેતા દંપતીએ પોતાની મૂડીમાંથી રૂપિયા 61000 સીએમ અને પીએમ ફંડમાં આપીને પોતાનું યોગદાન આપ્યું હતું.
અંધ દંપતીએ સીએમ અને પીએમ ફંડમાં પોતાનું યોગદાન આપ્યું
ગુજરાતની અંદર પણ છેલ્લા દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ દંપતીએ લોક ડાઉનનો ચુસ્ત અમલ કરીને સરકારને કોરોના સામેના જંગમાં મદદરૂપ થવા માટે રાજ્યના લોકો તેમજ દેશના લોકોને અપીલ પણ કરી હતી.