ચક્લીની ચિંતાઃ મોરબીના આ વ્યક્તિએ કર્યુ એવું તમે પણ કરી શકો છો! - GUJARATI NEWS
મોરબીઃ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અભિયાન ચલાવે છે અને ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરતા હોય છે. ત્યારે ચકલી બચાવો અભિયાન માટે મોરબીના એક આધેડે વેસ્ટમાંથી બેસ્ટનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે.
મોરબીમાં ખાલી બોક્સનો ઉપયોગ કરી બનાવ્યા પક્ષીના માળા
મોરબી શહેરમાં રુદ્રા ઇન્ફોટેક નામની પેઢીના સંચાલક મૌલિકભાઈ વડાવીયા CCTV કેમેરાના વ્યવસાય સાથે જોડાયેલા છે.તેમના પિતા રમેશભાઈ એ CCTVના ખાલી બોક્સ ફેકી દેવાને બદલે તેનો સદુપયોગ કરીને ચકલીના માળા બનાવવાનું અભિયાન શરુ કર્યું છે.
Last Updated : Jun 22, 2019, 10:49 AM IST