ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં તસ્કરો બન્યા બેફામ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની થઈ ચોરી - BIKE

મોરબીઃ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે અને વાહનચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક બાઈક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 3 શખ્સો બાઈક ચોરીને ફરાર થયા છે.

mrb

By

Published : Jun 24, 2019, 11:21 PM IST

મળતી માહિતી મુજબ, મોરબીના સિલ્વર હાઈટસ સામેના રવાપર કેનાલ રોડના પાર્કિંગમાંથી રવિવાર રાત્રીના 3.24 વાગ્યા આસપાસ અજાણ્યા ઈસમો બાઈક ઉઠાવી ગયા છે. જો કે, પાર્કિંગમાં લગાવેલા CCTV કેમેરામાં 3 ઈસમો બાઈકની ચોરી કરતા કેદ થયા છે. ત્યારે બાઈકના માલિક ભાવેશભાઈએ બનાવ અંગે A ડીવીઝન પોલીસમાં અરજી કરતા પોલીસે CCTV ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં તસ્કરો બન્યા બેફામ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની થઈ ચોરી

પાર્કિંગમાં આવી તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જેથી નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઉપરાંત શહેરમાં સુરક્ષા માટે લાગેલા CCTV કેમેરા અને નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details