ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં બાઈક સ્લીપ થતા 2ના મોત - morbi

મોરબી: જિલ્લામાં અકસ્માતનો સિલસિલો સતત યથાવત છે, ત્યારે જિલ્લામાં વધુ એક અકસ્માતમાં ટીંબડી પાટિયા નજીક બાઈક સ્લીપ થતા આદિપુરના આધેડનું મોત નીપજ્યું છે. જ્યારે લખધીરપુર રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું મોત થયું છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 16, 2019, 1:49 PM IST

કચ્છના આદિપુરના રહેવાસી બલભદ્રસિંહ છત્રસિંહ ઝાલા પોતાના બાઈક પર મોરબી તરફ આવતા હતા. તે દરમિયાન ત્યારે ટીંબડી પાટિયા નજીક તેનું બાઈક સ્લીપ થતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક આધેડ આદિપુરથી પોતાના બાઈક પર મોરબી લગ્ન પ્રસંગ માટે આવી રહ્યા હોય ત્યારે બાઈક સ્લીપ થતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે તેવા જ એક બીજા બનાવમાં મોરબી નજીકના નાની વાવડી ગામના રહેવાસી હીરાભાઈ રાજાભાઈ ઉભડીયા આજે લખધીરપુર રોડ પરથી બાઈકમાં જતા હોય ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા તેનું મોત નીપજ્યું છે. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે બનાવને લઇને આગળની વધુ તપાસ હાથ ધરી છે.


ABOUT THE AUTHOR

...view details