મોરબીમાં ઉનાળાના પૂર્વે ગરમીનું તાપમાન વઘ્યું - gujarat
મોરબીઃ ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં મોરબી જિલ્લાના નાગરિકોને સનસ્ટ્રોક (લુ) થી બચવા માટેની માર્ગદર્શિકા આરોગ્ય તંત્રએ જાહેર કરી છે. મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે એમ કતીરા દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ચશ્મા, ટોપી, છત્રીનો માથું ઢંકાય તેવી રીતે ઉપયોગ કરવો. ઘરની બહાર જવા પહેલા આખું શરીર ઢાંકવું અને માથું ખુલ્લુંના રહે તેની કાળજી રાખવી. આ સાથે જ સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડની છાયામાં અને ઠંડકમાં રહેવું.