ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પાયાના પ્રશ્નો વચ્ચે પણ ચીફ ઓફિસર રજા પર, કલેક્ટરને કરાઇ રજૂઆત - Gujarat

મોરબીઃ શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે તેમજ ઉભરાતી ગટર સહિતના પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ છે, ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર થયા બાદ તુરંત મીની વેકેશન પર ગયા છે. જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

congress

By

Published : Mar 27, 2019, 12:25 PM IST

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજી રબારી, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવાયું છે કે, મોરબી શહેરમાં રોડ રસ્તા, ગટર સફાઈ અને લાઈટ જેવી ગંભીર સમસ્યા છે, ત્યારે મોરબી શહેરમાં તાજેતરમાં નિમણુક થયેલા ચીફ ઓફિસર રાવલ 14 માર્ચના રોજ એક દિવસ પૂરતા હાજર થયા અને 15 થી 26 માર્ચ સુધી સળંગ ગેરહાજર રહ્યા હતા. જે કારણે શહેરમાં ભયંકર રોગચાળો, સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકી કચરાના ઢગલા, અંધારપટ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉભી થઇ છે.

મોરબીના ચીફ ઓફિસર હાજર થતા સાથે જ મીની વેકેશન માણવા ગયા છે, જેથી પ્રજાના પ્રશ્નો અધ્ધરતાલ થયા હતા અને પ્રજાહિતમાં કોંગ્રેસે આવેદન આપ્યું હતું. જો કે, 15 માર્ચથી ચીફ ઓફિસર રજા પર ગયા બાદ રજા પૂર્ણ થવા આવી ત્યારે કોંગ્રેસને આવેદન આપવાનું યાદ આવ્યું હતું. પ્રજાહિતમાં આવેદન વહેલું પણ આપી શકાય, તેવી ચર્ચા નાગરિકોમાં જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details