મોરબીમાં યોજાયો મોહન કુંડારિયાનો અભિવાદન સમારોહ - bjp
મોરબી: રાજકોટ લોકસભા બેઠક પરથી જંગી લીડ સાથે વિજયી બનેલા સાંસદ મોહનભાઈ કુંડારિયાનો અભિવાદન સમારોહ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો. જે સમારોહમાં વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીખાતે મોહનભાઇ કુંડારીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ પ્રધાન જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જ્યોતીસિંહ જાડેજા, હિરેન પારેખ, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, તેમજ અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયા, વેલજીભાઈ પટેલ અને કેશુભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહમાં વિવિધ જ્ઞાતિ, સંસ્થા દ્વારા મોહનભાઈનું સન્માન કરાયું હતું.