- અત્યંત જુના તેમજ લેટેસ્ટ હથિયારની શ્રેણી રજૂ કરાઈ
- કોઈ પણ પરિસ્થિતની પોહચી વળવા વલસાડ પોલિસ સજ્જ છે
- લોકોમાં જાગૃતતા આવે એવા હેતુથી પ્રદર્શની યોજાઈ
- પોઇન્ટ ટુ ટુથી લઈ લેટેસ્ટ હથિયારની શ્રેણી રજૂ કરાઈ પ્રદર્શનમાં
વલસાડઃ વલસાડ પોલીસ(Valsad Police) વિભાગ દ્વારા પોઈન્ટ ટુ ટુ કે જે ખૂબ જ જૂના હથિયારો(Weapons)થી માંડી ઘાતક હથિયારો જેમાં એક મિનિટમાં 600થી 700 જેટલા રાઉન્ડ ફાયર કરી શકાય તેવા આધુનિક ઘાતક હથિયારો ઉપરાંત રાયફલ કંટ્રોલ એન્ટી સ્પોટેડ બોમ્બ શોધવા(Find the bomb) અને ડિટેકશન કરવાના સાધનો ખુલ્લા મુક્યા હતા. આતંકવાદીઓના હુમલાઓને પહોંચી વળવા માટે બુલેટપ્રુફ વાહનોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
લોકજાગૃતતા ના હેતુ સર પોલીસ હેડ ક્વાર્ટસ માં પ્રદર્શન યોજાયું
આ પ્રદર્શનનું મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ આવે અને લોકો હથિયારો તેમજ યુદ્ધના બુલેટપ્રુફ વાહનો(Bulletproof vehicles)થી વાકેફ થાય તે માટે કરવામાં આવ્યો હતું. વલસાડ જિલ્લા પોલીસ પાસે સુરક્ષા માટે તમામ હથિયારોથી સજ્જ છે એ દરેક લોકો જાણી અને સમજી શકે તે માટે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પોહચી વળવા સક્ષમ છે તે હેતુ સર આ આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના અધિકારીઓનો ઉપસ્થિત રહ્યા હતા