- મોરબીના નાગડાવાસ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત
- પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે બઇકને લીધી હડફેટે
- બાઇક ચાલકનું મોત અન્ય એક ઇજાગ્રસ્ત
મોરબીમાં કાર ચાલકે બાઇકને લીધી અડફેટે, એકનું મોત એક ઇજાગ્રસ્ત - મોરબી અકસ્માત
મોરબી જિલ્લાના નાગડાવાસ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ધટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મોરબીઃ મોરબીના ઝીંઝુડા ગામના રાહુલ અખિયાણી અને તેના ભાઈ સવજીભાઈ અખિયાણી મંગળવારના રોજ ડબલ સવારી બાઈકમાં મોરબી કંડલા હાઇવે પર જતા હતા. આ દરમિયાન નાગડાવાસ ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક સવાર રાહુલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેના ભાઈ સવજીભાઈને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને અકસ્માતના બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.