- મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી
- બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો
- બાળકીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
મોરબી: માળિયાના મેઘપર ગામ નજીક બાવળની કાંટમાં એક નવજાત બાળકી (abandoned newborn baby girl was found near Meghpar) પડી હોવાનું સરપંચને જાણવા મળ્યું હતું. જેથી સરપંચ વિજય મિયાત્રા સ્થળ પર દોડી ગયા હતા અને તાજી જન્મેલી નવજાત બાળકી (Newborn baby girl) મળી આવી હતી. જેથી તુરંત માળિયા પોલીસને જાણ કરાઈ હતી અને માળિયા પોલીસ (Maliya police) ટીમના ગીરીશ મારૂણીયા, પ્રવીણ પરમાર અને મહિલા પોલીસ જનક કણઝારીયા સ્થળ પર પહોંચીને નવજાત બાળકીને માળિયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. માળિયા પંથકમાં નવજાત ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા સભ્ય સમાજ સામે આંગળી ચિંધાઈ રહી છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો છે
આ પણ વાંચો: બાળક દત્તક લેવા કરવી પડે છે આ પ્રક્રિયા, લાગશે એટલો સમય...