રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા LCB PI વી બી જાડેજાની ટીમે MP રાજ્યના અલીરાજપુર તથા જાંબવા જીલ્લામાં તપાસ હાથ ધરતા A ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ચોપડે નોંધાયેલ આરોપી અમરશી ઉર્ફે હેમરાજ મગનભાઈ આદિવાસી જે વાંકાનેર સીટીમાં દુષ્કર્મના ગુનામાં કાચા કામના કેદી તરીકે મોરબી સબ જેલમાં હતો. અને તારીખ ૬-૧૨ના રોજ જેલ કંમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ અને 10 વર્ષથી જેલમાંથી ફરાર હતો જેને મૂળ વતનમાંથી ધરપકડ કરી મોરબી સીટી A ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
જેલમાંથી ફરાર થયેલા આરોપીને એલસીબી ટીમે ઝડપી પાડ્યો - MRB
મોરબી: જિલ્લામાં સબ જેલના કંમ્પાઉન્ડમાંથી નાસી ગયેલો આરોપી 10 વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવાયો છે. તેમજ ટંકારામાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને પણ LCB ટીમે ઝડપી ટંકારા પોલીસને સોંપ્યો છે.
10 વર્ષ જેલમાંથી ફરાર થયેલ આરોપીને એલસીબી ટીમે ઝડપ્યો
તે ઉપરાંત ટંકારામાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી નસરૂં પારૂ ડાવરને MP રાજ્યથી ધરપકડ કરી ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.