- જાહેરમાં ગાળો બોલવાની નાં પાડતા આરોપીએ કર્યો હતો છરી વડે હુમલો
- આરોપીને ૫ વર્ષ કેદની સજા અને દસ હજારનો ફટકારવામાં આવ્યો દંડ
- વાંકાનેર ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે આપ્યો ચુકાદો
મોરબી: વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ત્રણ વર્ષ પહેલાં એક કેબિન પાસે ઉભા રહેલા પિતા-પુત્ર અને પૈકી પુત્ર પર છરી વડે હુમલો કરનાર આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. ત્રણ વર્ષ અગાઉની ઘટના અંગે કોર્ટનો આ ચુકાદો આવતા ફરિયાદીને અંતે ન્યાય મળ્યો છે.
રાજાવડલા ગામે છરી વડે હુમલો કરવાના કેસના આપ્યો ચુકાદો
22 મે 2017નાં રોજ રાજાવડલા ગામે ફરિયાદી બાબુભાઈ મંગાભાઈ સોલંકી અને તેમનો પુત્ર નિલેશ એક કેબીન પાસે ઊભા હતા. આ દરમિયાન આરોપી રાજેશ ગોબરભાઈ સુરેલા ત્યાંથી ગાળો બોલતો બોલતો પસાર થયો હતો. જેથી કેબીન પાસે ઉભેલા પિતા પુત્રએ તેને જાહેરમાં ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે ઝગડો થયો હતો અને ઉશ્કેરાયેલા આરોપી રાજેશે ફરિયાદીનાં પુત્ર નિલેશનાં પેટનાં ભાગે છરીથી હુમલો કર્યો હતો.
દંડની રકમ માંથી ફરિયાદી ને વળતર પેટે સાત હજાર ચૂકવાનો હુકમ
જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી, અને જે તે સમયે બાબુભાઈ એ આરોપી રાજેશ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ વાંકાનેર નાં એડી. ચીફ.જયુડી. મેજીસ્ટ્રેટ એ. આર. રાણા ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી. એલ. દરજીની દલીલો અને પુરાવાને ધ્યાને લઈ કોર્ટે કલમ 326 હેઠળ આરોપી ને તકસીરવાન ઠેરવી 5 વર્ષ ની કેદ ની સજા ફટકારી હતી તેમજ દસ હજાર નો દંડ અને દંડની રકમ માંથી ફરિયાદી ને વળતર પેટે સાત હજાર ચૂકવાનો હુકમ કર્યો હતો.
વાંકાનેરમાં ત્રણ વર્ષ અગાઉ છરીથી હુમલો કરનારા આરોપીને 5 વર્ષ ની કેદ - મોરબી
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ત્રણ વર્ષ પહેલાં બનેલા મારામારીનાં બનાવમાં છરી વડે હુમલો કરનાર આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કોર્ટનાં આ ચુકાદાને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ત્રણ વર્ષ અગાઉ છરીથી હુમલો કરનારા આરોપીને 5 વર્ષ ની કેદ