- હળવદ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત
- ચારના મોત બે ઇજાગ્રસ્ત
- ત્રણેય યુવાનો કૌટુંબિક ભાઇઓ હતા
મોરબીઃ હળવદ-ધાંગધ્રા હાઈવે રોડ પર આવેલા ઢવાણા ગામના પાટિયા પાસે વડોદરાના સાવલી ગામેથી સામખયારી પાસે લાકડિયા ગામે જઇ રહેલા ત્રણ યુવકોને ઢવાણા ગામના પાટિયા પાસે કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ કાર ચાલક ફરાર
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામથી ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઈ પરમાર( ઉ.વ.19 ), વનરાજસિહ અનુપમસિંહ (ઉ.વ.24) અને કેતનસિહ અર્જુનસિંહ (ઉ.વ.19 )ત્રણેય કૌટુંબિક ભાઈઓ બાઈક નંબર GJ6 TC460 લઈને વડોદરાથી સામખીયારી પાસે લાકડીયા ગામે જવા પોતાની બહેનના ઘરે જતાં હતાં. ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચતા કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
એકનું મોત