ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પાણીની ટાંકીનો વાલ્વ તૂટતા લાખો લીટર પાણીનો વેળફાટ

મોરબીઃ રાજ્ય સહિત જિલ્લા પંથકમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. ત્યારે મોરબીના સુરજબાગની પાણીની ટાંકીનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

mrb

By

Published : Jun 15, 2019, 4:46 AM IST

મોરબીના સુરજબાગમાં લાખો લીટર કેપેસીટીની પાણીની ટાંકી આવેલી છે. જે ટાંકીના વાલ્વમાં ભંગાણ થતા વાલ્વ બદલવાની ફરજ પડી હતી. જોકે વાલ્વ બદલવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરવાની ફરજ પડી હતી.

પાણીનો વેડફાટ

જેને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરતા આસપાસના અંબિકા રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. હજુ ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને ચોમાસું વહેલું મોડું થાય તો પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ સકે છે. તેવામાં પાણીના વેડફાટથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પાલિકા તંત્ર પાણીના વેડફાટને રોકવા ગંભીરતા દાખવે તેવી માગ પણ લોકો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details