હાર્દિક પટેલ પરના હુમલા અંગે મોરબી પાસની તીખી પ્રતિક્રિયા - mrb
મોરબીઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર સુરેન્દ્રનગરમાં હુમલો થયો તે અંગે મોરબી પાસની ટીમે તીખી પ્રતિક્રિયા આપી છે. પાસ નેતાએ કહ્યું કે, આ ઘટનાનો મતદાન કરીને યોગ્ય પ્રત્યુત્તર આપીશું.
સ્પોટ ફોટો
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજે સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે એક યુવાને આવી અને હાર્દિક પટેલને એક તમાચો માર્યો હતો. જેને લીધે વાતાવરણ ગરમાયું હતું. જે તમાચો મારનાર યુવાનને પણ પછી ત્યાં રહેલા લોકોએ માર માર્યો હતો. આ હુમલા બાદ વાતાવરણ ગરમાયું હતું.