મોરબી:કલેક્ટર કચેરી ખાતે પ્રધાન બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક (Minister Brijesh Merja in Morbi) યોજાઈ હતી, જેમાં જિલ્લાના પ્રભારી પ્રધાન મનીષા ચંદ્રા, કલેક્ટર જે.બી.પટેલ, ડેપ્યુટી DDO, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ અંગે પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેર (third wave of Corona) સામે કરેલ કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,43,926 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. છેલ્લા 7 મહિનાથી જિલ્લામાં કોરોનાને પગલે એકપણ મૃત્યુ નથી થયું તેમજ રીકવરી રેટ પણ 97.01 ટકા જેટલો સારો હોવાનું જણાવ્યું હતું.
બ્રિજેશ મેરજાએ સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી
બ્રિજેશ મેરજાએ સંભવિત ત્રીજી લહેર (Minister Brijesh Merja in Morbi) રોકવા માટે તંત્રના આયોજન અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં 3372 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં 750 નોર્મલ બેડ, 2378 ઓક્સિજન બેડ, 144 ICU બેડ અને 100 વેન્ટીલેટર બેડ મળીને કુલ 3372 બેડની વ્યવસ્થા કરાશે. સાથે જ પ્રધાને અધિકારીઓને તાકીદ પણ કરી હતી, જેમાં બીજી લહેરમાં રહી ગયેલ ત્રુટીઓ નિવારવા જણાવ્યું હતું. ત્રીજી લહેરને ધ્યાને લઈને સંજીવની રથ જે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને સારવાર પહોંચાડે છે. તેવા રથની સંખ્યા 15 કરવામાં આવી છે અને ધન્વન્તરી રથની સંખ્યા 45 કરવામાં આવી છે તેમજ હાલ 345 ઓક્સિજન સીલીન્ડર ઉપલબ્દ્ધ છે અને નવા 307 જમ્બો ઓક્સિજન સિલીન્ડર ખરીદી કરવામાં આવશે. જિલ્લાના 362 ગામોમાં સરપંચોને 3900 બેડ તૈયાર રાખવા સુચના આપી છે.