રાજકોટ: વાંકાનેર જિલ્લાના ધમલપર ગામે બેસતા વર્ષે રામ રામ કરવા મુદે બોલાચાલી થયાં મામલો બીચક્યો હતો અને બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લોહીયાળ અથડામણ સર્જાય હતી. સમગ્ર બનાવની વિસ્તારથી વાત કરીએ તો, વાંકાનેરના ધમલપર ગામે રહેતા મૂળ કેરાળાના 65 વર્ષીય લાખાભાઈ ગોરાભાઇ બાંભવા નામના વ્યક્તિએ કેરાળા ગામના જ નથુભાઈ ભગાભાઈ ગોલતર સહિત ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વાંકાનેર ન્યૂઝ: વાંકાનેરના ધમલપર ગામે નજીવી તકરાર બની મોટા ઝઘડાનું કારણ, સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મારામારી - મોરબી ક્રાઈમ
વાંકાંનેરના ધમલપર ગામે બેસતા વર્ષના દિવસે નજીવી બાબતમાં ગામના જ બે વ્યક્તિઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી, જેમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મામલો બીચક્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી.
Published : Nov 19, 2023, 9:46 AM IST
શું છે સમગ્ર મામલો: જેમાં તેમણે જણાવ્યું હતું કે, રૈયાભાઈ ભરવાડ નામના વ્યક્તિ સાથે તેમનો ઝઘડો થયો હતો. જે બાબતે રૈયાભાઈએ વાંકાનેર સીટી પોલીસમાં લાખાભાઈ બાંભવા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ લાખાભાઈના દિકરા ગોપાલને પકડીને લઈ ગઈ હતી જ્યારે તેઓ પોલીસથી નાસ્તા ફરતા હતાં. આ દરમિયાન લાખાભાઈ જ્યારે તેમનું મોટરસાઈક લઈને વઘાસીયા ગામ નજીકથી પસાર થતા હતાં ત્યારે એક કારમાં આવેલા નથુભાઈ ભગાભાઈ ગોલતર અને ત્રણ અજાણ્યા ઈસમોએ લાકડી જેવા હથિયાર વડે લાખાભાઈને ઢોર માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા હતા, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મારામારી મામલે લાખાભાઈએ નથુભાઈ સહિત 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી: હાલ તો આ મામલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને ઘટનાની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનાની ગંભીરતાને જોતા સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તો બીજી તરફ નાના એવા ગામમાં નજીવી બાબતે થયેલી તકરાર હિંસક ઝઘડા જેવું સ્વરૂપ ધારણ કરી શકે તેને લઈને ચિંતાનો માહોલ છવાયો છે.