મોરબીઃ કોરોનાના હાહાકાર વચ્ચે પાનમાવામાં કાળાબજારીની ફરિયાદો ઉઠી હતી. જો કે હવે તંત્રએ છૂટ આપી છે છતાં કાળાબજારી બંધ થવાનું નામ લેતી નથી. જેથી કાળાબજારી રોકવા તંત્રએ હોલસેલના વેપારીઓ સાથે બેઠક કરીને કડક સૂચના આપી હતી અને જો કાળા બજારી બંધ નહિ થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોરબીમાં પાન-મસાલાની કાળાબજારી રોકવા પાલિકા કચેરીએ બેઠક યોજાઈ - ગંગાસિંગ
કોરોનાના હાહાકાર વચ્ચે પાન માવાના વેપારમાં કાળાબજારીની ફરિયાદો ઉઠી હતી. જો કે હવે તંત્રએ છૂટ આપી છે છતાં કાળાબજારી બંધ થવાનું નામ લેતી નથી. જેથી કાળાબજારી રોકવા તંત્રએ હોલસેલના વેપારીઓ સાથે બેઠક કરીને કડક સૂચના આપી હતી અને જો કાળા બજારી બંધ નહી થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ બેઠકમાં કાળાબજારી રોકવા પ્રાંત અધિકારી દ્વારા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. કાળાબજારી થતી હોવાની ફરિયાદને પગલે જ આ બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં વેપારીઓને કાળાબજારી બંધ કરો નહિ તો કાર્યવાહી કરાશે તેવી કડક ચીમકી આપી હતી. સાથે જ રીટેલ વેપારીઓને માલ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તો હોલસેલ એજન્સીઓ ખુલી રહી છે અને બાકી છે તે પણ ૨-3 દિવસમાં ખુલી જશે તો રીટેઈલ વેપારીઓને પણ કાળાબજારી ના કરવા જણાવી કાળાબજારી કરનાર વેપારીને માલ નહિ આપવાના પગલા લેવાનું નક્કી કર્યું હોવાનું બેઠકમાં ઉપસ્થિત હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું.