ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લાની દરિયાઈ સુરક્ષા કમિટીની બેઠક યોજાઈ

દરિયાઇ સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓની દેખરેખ, સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટીની બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરીમાં દર ત્રણ માસે યોજાતી બેઠકમાં દરિયાઇ સુરક્ષા અંગે વિચાર વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરાઈ હતી.

દરિયાઈ સુરક્ષા કમિટી બેઠક
દરિયાઇ સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરવામાં આવી

By

Published : Jan 24, 2020, 2:24 PM IST

મોરબીઃ જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં લઇને બેઠક યોજાઇ હતી. આ તકે જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દ્વારા સતત વોચ કરવામાં આવી રહી છે.

વધુમાં જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, નોંધાયેલા ૧૫૮ માછીમારોને સુરક્ષા વ્યવસ્થા અંગે યોગ્ય માહિતી મળી રહે તે માટે વ્હોટ્સએપ ગ્રુપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યોમથી સાંકળવામાં આવ્યાં છે. માછીમારોને રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓ અંગે માહિતી તેમજ લાભો આપવા માટે પણ સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. અગરિયાઓને પીવાનું પાણી, સોલર પેનલ તેમ જ અન્ય જીવન જરૂરિયાત સામગ્રી સરળતાથી મળી રહે તે માટે પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા દરિયાઇ સીમા પર સાગર સુરક્ષા દળના જવાનો દ્વારા સતત ચેકિંગ કરવા અને સુરક્ષા બાબતે વિવિધ સૂચનો કર્યાં હતાં.

દરિયાઇ સુરક્ષાને વધુ ચોક્કસ કરવા માટે આગામી સમયમાં દરિયાઇ સુરક્ષા અંગેની મોક ડ્રીલ યોજવા અંગે પણ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, સહિત અન્ય વિભાગોના અધિકારીઓ તથા સેન્ટ્રલ આઇ.બી.નવલખી પોર્ટના પોર્ટ ઓફિસર, કસ્ટમ વિભાગ, ફીશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર, માળીયા મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details