ગુજરાત

gujarat

ETV Bharat / state

એટીએસ અને એસ.ઓ.જી ટીમે સાથે મળી બે હથિયાર સાથે એક શખ્સને શનાળા પાસેથી ઝડપ્યો - CRIME NEWS

ટંકારાના સજનપર ગામથી શનાળા જવાના માર્ગ પરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસ. અને એસ.ઓ.જી ની ટીમે ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી. પોલીસે શખ્સને ઝડપી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધી જે શખ્સ પાસેથી હથિયાર લીધા છે. તેની સામે ગુનો નોંધી હાલમાં તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા
ટંકારા

By

Published : Dec 17, 2020, 7:35 PM IST

  • એસઓજી અને એટીએસની ટીમે હથિયાર સાથે એકને ઝડપી પાડ્યો
  • સજનપર ગામના શખ્સની ઝડતી લેતા 2 પિસ્તોલ મળી આવી
  • મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાયો ગુન્હો

મોરબી : ટંકારાના સજનપર ગામથી શનાળા જવાના માર્ગ પરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસ. અને એસ.ઓ.જી ની ટીમ ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ જેની કિંમત રૂપિયા 40 હજાર સાથે ઝડપી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધી જે શખ્સ પાસેથી હથિયાર લીધા છે તેની સામે ગુનો નોંધી હાલમાં તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

સજનપર ગામનો શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો

બનાવની મળતી વિગત પ્રમાણે ટંકારાના સજનપર ગામથી શનાળા તરફ આવવાના રસ્તા ઉપર ધારવાળા હનુમાનજીના મંદિર સામેથી પસાર થતો એક શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસ અને એસ.ઓ.જી ની ટીમ દ્વારા તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી. આ શખ્સ ઘનશ્યામસિંહ વિજયસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.

હથિયાર મધ્યપ્રદેશના અલીરાજપુરથી લીધું હોવાની કબુલાત

આ હથિયારો તેણે એમ.પી. ના અલીરાજપુર ખાતે રહેતા જગુ સરદાર પાસેથી લીધા હોવાની કબૂલાત કરી હતી. ત્યારે જગું સરદારને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો હથિયાર સાથે ઝડપાયેલ શખ્સ અંગેની વધુ તપાસ એસ.ઓ.જીના કિશોરભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details