ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મચ્છુ 2 ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત - મચ્છુ 2 ડેમમાં યુવાનનું મોત

મોરબી શહેરના મચ્છુ 2 ડેમમાં ન્હાવા પડેલા યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં ખાબક્યો હતો અને ડૂબી જતા યુવાનનું મોત થયું છે.

મોરબી
મોરબી

By

Published : Sep 14, 2020, 1:36 PM IST

મોરબી: શહેરના મચ્છુ 2 ડેમમાં ન્હાવા પડેલા યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં ખાબક્યો હતો અને ડૂબી જતા યુવાનનું મોત થયું છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ 2 ડેમમાં એક યુવાન ન્હાવા પડયો હતો, આ દરમિયાન પગ લપસી જતા યુવાન ડેમમાં ખાબક્યો હતો.

આ માહિતી મળતા ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, વિપુલ, પેથાભાઈ સહિતના તરવૈયાઓની ટીમ દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ ચલાવી હતી. જોકે યુવાનનું ડૂબી જતા મોત થયું હતું અને તરવૈયાઓની ટીમને મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

મૃતકનું નામ તોલસિંગમેહજીભાઈ સિંગડીયા (ઉ.46) હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details